દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કુલ મોરબી બાયપાસ પર પંચાસર ચોકડી પાસે મહાવીરનગર માં આવેલ છે. મહાવીરનગર ગામ તળ ની સર્વે નં.૧૪૧૫ પૈકી ની જમીન ૨૩૬૫ ચો.મી. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે. આ જમીન ઉપર ગ્રાઉન્ડફલોર ફસ્ટફલોર અને સેકન્ડફલોર મળી કુલ અંદાજે ૧૨૦૦૦ ચો.ફૂટ નું બાંધકામ કરવામાં આવેલ છે.
આ બિલ્ડીંગ નિર્માણ માટે મુખ્ય દાન આ શાળાના ભૂ.પૂ. શિક્ષક શ્રી નાનજીભાઈ રૈયાભાઈ ડાભી ની સ્મૃતિમાં તેમના પરિવાર તરફ થી મળતા આ શાળા બિલ્ડીંગ નું નામ નાનજીભાઈ રૈયાભાઈ ડાભી શિક્ષણ ભવન રાખવામાં આવેલ છે અને શાળાના નામ સાથે પણ તેમનું નામ જોડી. દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કુલ રાખવામાં આવેલ છે.
બિલ્ડીંગના ગ્રાઉન્ડફલોર ઉપર ૧૫૦૨,૭૫ ચો.ફૂટ નો કંજારીયા નિર્મળાબેન અરજણભાઈ પ્રાથના ખંડ, સુશીલાબેન ધરમશીભાઈ પરમારના સૌજન્યથી બંધાવેલ વહીવટી કાર્યાલય અને વાલજીભાઈ મીઠાભાઈ હડીયલ ના પરિવારના સૌજન્યથી બંધાવેલ આચાર્ય ખંડ તેમજ શાંતાબેન મકનભાઈ ડાભી પરિવાર તરફથી જલકુટીર બંધાવેલ છે. તેમજ ભાઈઓ માટેના ટોઈલેટ બ્લોક આવેલ છે.